(૨૯) શું તે લોકો જેમના દિલોમાં રોગ છે એવું સમજી બેઠા છે કે અલ્લાહ તેમના કપટને જાહેર નહિં કરે ?[1]
(૩૦) અને જો અમે ઈચ્છીએ તો તેઓને તમને દેખાડી દેતા અને તમે તેમના ચહેરા પરથી જ તેમને ઓળખી લેતા અને બેશક તમે તેમને તેમની વાતચીત કરવાની રીતથી ઓળખી લેશો, તમારા બધાના કર્મોથી અલ્લાહ પૂરેપૂરો વાકેફ છે.
(૩૧) અને બેશક અમે તમારી પરીક્ષા કરીશું જેથી તમારામાંથી જિહાદ કરનારાઓ અને સબ્ર કરનારાઓને જોઈ લઈએ અને અમે તમારી હાલતોની તપાસ કરી લઈએ.
(૩૨) બેશક જે લોકોએ કુફ્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી લોકોને રોક્યા અને રસૂલનો વિરોધ કર્યો, આના પછી કે તેમના માટે હિદાયત સ્પષ્ટ થઈ ચૂકી હતી, આ લોકો કદી પણ અલ્લાહનું કોઈ નુક્સાન કરી શકતા નથી, તે તેમના કર્મોને જલ્દી બરબાદ કરી દેશે.
(૩૩) હે ઈમાનવાળાઓ! અલ્લાહનું આજ્ઞાપાલન (ઈતાઅત) કરો અને રસૂલનું આજ્ઞાપાલન કરો અને પોતાના કર્મોને બરબાદ ન કરો.
(૩૪) બેશક જે લોકોએ કુક્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી (બીજાઓને) રોક્યા, પછી કુફ્રની હાલતમાં જ મરી ગયા (વિશ્વાસ રાખો કે) અલ્લાહ તેમને કદી પણ માફ નહિં કરે.
(૩૫) અને તમે કમજોર બનીને સુલેહની દરખાસ્ત પર ન ઉતરી આવો, જ્યારે કે તમે જ વિજયી રહેશો[1] અને અલ્લાહ તમારા સાથે છે (પોતાના જ્ઞાનના આધારે), અશક્ય છે કે તમારા કર્મો બરબાદ કરી દે.
(૩૬) હકીકતમાં દુનિયાનું જીવન તો ખેલકૂદ છે અને જો તમે ઈમાન લાવશો અને સંયમ (તકવો) અપનાવશો તો અલ્લાહ તમારા કર્મોનો બદલો આપશે અને તે તમારો માલ તમારા પાસે નથી માંગતો.
(૩૭) જો તે તમારા પાસે તમારો માલ માંગે અને બળપૂર્વક માંગે તો તમે તેનાથી કંજૂસી કરવા લાગશો અને તે તમારા દોષને જાહેર કરી દેશે.
(૩૮) ખબરદાર ! તમે તે લોકો છો કે અલ્લાહના માર્ગમાં ખૂબ ખર્ચ કરવા માટે બોલાવવામાં આવો છો તો તમારામાંથી કેટલાક કંજૂસી કરવા લાગે છે અને જે કંજૂસી કરે છે તે બેશક પોતાના જ સાથે કંજૂસી કરે છે. અલ્લાહ (તઆલા) બેનિયાઝ છે અને તમે તેના મોહતાજ છો[1] અને જો તમે મોઢું ફેરવનારા બની જાઓ તો તે તમારા સ્થાને બીજા લોકોને લાવશે જેઓ તમારા જેવા નહિં હોય. (ع-૪)